હા રે મારુ રાખવાળું કરે જલારામ, બાપલિયો વીરપુર નો (2)
હા રે એના ચરણોમાં તરવાનું કામ, બાપલિયો વીરપુર નો (2)
રાખી સંભાળ એણે ઘણી બચપણ માં
પરચા અનેક પૂર્યા એણે જીવન માં
હા રે મેં તો એના કરમાં સોંપી છે લગામ
બાપલિયો વીરપુર નો..........
ભ્રમણામાં ભટકતો ત્યારે વારે - વારે ટોકતો
મારગ ભુલાઈ ત્યારે અંતર થી રોકતો
હા રે એ તો મારી ચિંતાઓ કરતો તમામ
બાપલિયો વીરપુર નો.............
દુઃખ માં આવીને મારા દિલ ને હસાવતા
ખાડા ને ટેકરા થી પડતાં બચાવતો
હા રે એ તો પુરા કરે અટકેલા કામ
બાપલિયો વીરપુર નો...............
કબજે કરીને બેઠો એ તો મારો આત્મા
રાખ્યો ભરોસો મેં તો જલા તારા નામમાં
હા રે એક ઘડી ન વિસરાતું નામ
બાપલિયો વીરપુર નો................
પાંચે પડી ને બાપા માંગુ છું એટલું
શક્તિ - ભક્તિ અને મુક્તિ આપો એટલું
હા રે એ તો પુરશે મારી હૈયા ની હામ
બાપલિયો વીરપુર નો.................