Friday, 15 December 2017

જળ કમળ છાંડી જાને બાળા સ્વામી

જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે 
જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે... જળ કમળ છાંડી 

કહે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીયે વળાવીયો 
નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીયો... જળ કમળ છાંડી 

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીયો 
મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હું હારિયો... જળ કમળ છાંડી 

રંગે રૂડો રૂપે પુરો દિસંતો કોડિલો કોડામણો 
તારી માતાએ કેટલા જન્મયા, તેમાં તું અળખામણો... જળ કમળ છાંડી 

મારી માતાએ બેવ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો 
જગાડ તારા નાગને મારુ નામ કૃષ્ણ કાનુડો... જળ કમળ છાંડી 

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો 
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ... જળ કમળ છાંડી 

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો 
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો... જળ કમળ છાંડી 

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો 
ઉઠોને બળવંત કોઈ બારણે બાળક આવીયો... જળ કમળ છાંડી 

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો 
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો... જળ કમળ છાંડી 

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ  દુઃખ આપશે 
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે... જળ કમળ છાંડી 

બેવ કર જોડી વિનવે સ્વામી, મુકો અમારા કંથને 
એમ અપરાધી કોઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને... જળ કમળ છાંડી 

થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો 
નારસેયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો... જળ કમળ છાંડી  


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...