મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો (2)
જીવન વન અતિ વેગે વટાવ્યું (2) દ્વાર ઉભો શિશુ ભોળો
તિમુર ગયું ને જ્યોત પ્રકાશ્યો (2) શિશુ ને ઉરમાં લ્યો લ્યો
દયામય મંગલ મંદિર..............
નામ મધુર તમ રટ્યો નિરંતર (2) શિશુ સહ પ્રેમે બોલો (2)
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક (2) પ્રેમ અમીરસ ઢોળો
દયામય મંગલ મંદિર...............
No comments:
Post a Comment