Thursday, 14 December 2017

ગોપાલ મારો પારણીયે ઝૂલે રે


ગોપાલ મારો પારણીયે ઝૂલે રે  (2) 
ઝુલાવે ગોકુલ ની ગોપી રે (2) 
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે 

ગોપાલ તને રમકડાં આલુ રે  (2) 
ગોપાલ તને માખણીયુ વહાલું રે  (2) 
ગોપાલ તને આંગણિયા માં નાચવુ
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે 

ગોપાલ તને ઝાંઝરીયું પહેરવું  (2) 
કે નાના - નાના ડગલીયા રે ભરવું  (2)
ગોપાલ તને આંગણિયા માં નચાવું 
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે 

ગોપાલ તને ચાંદની રાત રમાડે  (2)
કે હાથ માં ઘુઘરડો રે વગાડે   (2) 
પરોઢિયે આવી ને જગાડે 
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે 

ગોપાલ તને મોરપીંછ મુકુટ પહેરવું  (2)
કે તારે કેડે કંદોરો પહેરવું  (2)
ગોપાલ તને સોના ને પારણે ઝુલાવું 
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...