ભોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી (2)
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકી ઘાલી
ભોળી રે ભરવાડણ.........
અનાથના નાથ ને વેચે આહીર ની નારી
શેરીએ - શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મોરારી
ભોળી રે ભરવાડણ..........
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી
વ્રજનારી ને સેજે જોતા મૂરછા લાગી
ભોળી રે ભરવાડણ...........
ભ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે
ચૌદ લોકના નાથને કોઈ મટુકીમાં દેખે
ભોળી રે ભરવાડણ............
ગોવાલણી ના ભાગ્યે પ્રગટ્યા અંતર જામી
દાસલડાં લાડ લડાવે નરસેનો સ્વામી
ભોળી રે ભરવાડણ...........
No comments:
Post a Comment