હે જી વ્હલા સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી (2)
આશા તજી સંસાર ની, ધાર્યા ઉરમાં મોરારી
હે જી વ્હલા નિમષ ન મેલું નાથને, નેણું થકી ન્યારા
પરમ સનેહી મારા શામળા રે, મને પ્રાણથી પ્યારા
હે જી વ્હલા ભવ બ્રહ્માદિક મહામુનિ તેને દુર્લભ વા'લા
તે રસિયો મુજને મળ્યો, નટવર નંદલાલો
હે જી વ્હલા થઈ છું અધિક અલબેલડી લજ્જા લોકની મેલી
મુક્તાનંદ ના નાથ શું, બાંધી દ્રઢ કરી બેલી
No comments:
Post a Comment