મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી (2)
મારી હૂંડી શામળિયા ને હાથ રે, શામળા ગિરધારી
સ્થભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધર્યો નરસિંહ ના રૂપ,
પ્રહલાદ ને ઉગારિયો રે.....
પ્રહલાદ ને ઉગારિયો રે.....
હે વા'લે માર્યો હરણાંકંસ ભૂપ રે, શામળા ગિરધારી.......
ગજને વા'લે ઉગારિયો, વળી સુદામા ની ભાગી ભુખ,
સાચી વેળા ના મારા વ્હાલા રે
હે તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી.......
પાંડવ ની પ્રતિજ્ઞા પાડી, વળી દ્રૌપદી ના પૂર્યા ચીર
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઈના વીર રે, શામળા ગિરધારી.........
રહેવા ને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર
બેટા - બેટી વડાવીયા રે,
મેતો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી...........
ગરથ મારુ ગોપી ચંદન વળી તુલસી હેમ નો હાર
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડી માં ઝાઝા - પખાજ રે, શામળા ગિરધારી..........
તીરથ વાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગર ને બહાર
વેશ લીધો વણિક નો રે
મારુ શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી.........
હૂંડી લાવો હાથમાં વળી, વળી આપું પુરા દામ
રૂપિયા આપું રોકડા રે.......
મારુ શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી........
હૂંડી સ્વીકારી વા'લે શામળે, વળી અરજ કીધા કામ
મહેતાજી ફરી લખજો રે...
મુજ વાણોતર સરખા કામ રે, શામળા ગિરધારી.........

No comments:
Post a Comment