Friday, 15 December 2017

કીડી બિચારી કીડલી રે કીડી ના લાગણીયા લેવાય

કીડી બિચારી કીડલી રે કીડી ના લાગણીયા લેવાય પંખી પારેવડાં ને નોતર્યા 
હે.. કીડી ને આપ્યા સનમાન, હાલો, હાલો ને કીડીબાઈ ની જાનમાં 

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂર પીરસે ખારેક,ભૂંડે  રે ગાયા મીઠ્ઠા ગીતડાં 
હે.. પોપટ પીરસે પકવાન, હાલો, હાલોને કીડીબાઈ ની જાનમાં 

મકોડાને મોકલ્યો માંડવે રે, લેવા માંડવીયો ગોળ, મકોડો કેડેથી પાતળો 
હે.. ગોળ ઉપડ્યો ન જાય, હાલો, હાલો ને કીડીબાઈ ની જાનમાં 

મીની બાઈ ને મોકલ્યા ગામમાં રે, એને નોતરવા ગામ, હામાં માંડ્યા બે કુતરા 
હે.. બિલાડીને કરડીયા બે કાન, હાલો, હાલોને કીડીબાઈ જાનમાં 

ઘોડે રે બાંધ્યા પગે ધુધરા રે, કાચીંડે બાંધી કરતાલ, ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા 
હે.. ગધેડું ભૂંકે શરણાઈ, હાલો, હાલોને કીડી બાઈ ની જાનમાં 

ઉંદર મામા હાલ્યા રિસામણે રે, બેઢા દરિયાને બેટ, દેડકો બેઠો ડગમગે 
હે.. મને કપડાં પહેરાવ, જવું છે કીડીબાઈ ની જાણ માં હાલો, 
હાલો, હાલોને કીડીબાઈ ની જાન માં 

વાહરે ચડ્યો એક વાંદરો રે, જુવે જાન ની વાટ, આજે તો જાન ન લુંટવી 
હે.. કે હાંભર્યો હાથી નો નાદ હાલો, હાલોને કીડીબાઈ ની જાનમાં 

કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર, ભોજા ભગતની વિનતી 
હે.. સમજો ચતુર શુંજાણ, હાલો, હાલો ને કીડીબાઈ ની જાનમાં 


bhajan, gujrati bhaja, gujrati bhajan lyrics










No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...