Saturday, 16 December 2017

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ


અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ, જુજવે રુપ અંનત ભાસે 
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દમાં શબ્દ થઈ વેદ વાસે 

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે 
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, શિવ પછી જીવ થયો એજ આશે 
અખિલ બ્રહ્માંડ માં................ 

વેદ તો એમ વેદ, શ્રુતિ - સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય 
ઘાટ ધડીયા પછી, નામ રુપ જૂજવા, અંતે તો હેમ નું હેમ હોય 
અખિલ બ્રહ્માંડ માં.................

ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહ ને જે ગમે તેને પૂજે 
મન કર્મ વચન થી, આપ માની લેહ, સત્ય છે એજ મન એમ સૂજે 
અખિલ બ્રહ્માંડ માં................ 

વૃક્ષ માં બીજ તું, બીજ માં વૃક્ષ તું, જોઉં પટતરો એજ પાસે 
ભણે નરસેયો જે, ભેદ જાણી જુઓ, પ્રીત કરું પ્રેમ થી પ્રગટ થાશે 
અખિલ બ્રહ્માંડ માં...............


bhajan, gujrati bhajan ,gujrati bhajan lyrics







1 comment:

  1. ગ્રંથ ગરબડ કરી, એ વાત નરસિંહ મહેતાએ કરી. ☺

    ReplyDelete

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...