આજ ની ઘડી તે રળિયામણી (2)
હા રે મારો વ્હાલોજી આવ્યા ની વધામણી જી રે / (2)
જી રે તરીયા તોરણ તે બંધાવિયા (2)
હે મારા વ્હાલાજી ને મોતીડે વધાવિયાં જી રે...... આજ ની ઘડી
જી રે લીલુડાં વાસ વઢાવિયા (2)
હે મારા વ્હાલાજી નો મંડપ રચાવીયે જી રે....... આજ ની ઘડી
જી રે પૂરો સોહાગણ સાથિયો (2)
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે....... આજ ની ઘડી
જી રે જમુના ના નીર મંગાવિયે (2)
હે મારા વ્હાલાજી ની ચરણ પખાળિયે જી રે....... આજ ની ઘડી
જી રે સહુ સખીઓ મળીને વધાવીયે (2)
હે મારા વ્હાલાજી ની આરતી ઉતારિયે જી રે...... આજ ની ઘડી
જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો (2)
હે મેં'તો નરસિહ નો સ્વામી દીઠડો જી રે.......... આજ ની ઘડી
No comments:
Post a Comment