જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે / (2)
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે... હે જાગ ને જાદવા
દહીં તણા દહીં થરા ઘી તણા ઢેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે... હે જાગ ને જાદવા
હરિ તાર્યો હાથિયો કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે... હે જાગ ને જાદવા
જમુનાને તીરે ગોધણ ચરાવતા
મધુરીશી મોરલી કોણ વહાશે... હે જાગ ને જાદવા
ભણે નરસેયો તારા ગુણ ગાઈ રીઝિયે
બૂડતાં બાયડી કોણ સહાશે... હે જાગ ને જાદવા
No comments:
Post a Comment