કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે
એટલું કહેતા નહિ માને તો ગોકુળ મેલી દેશું રે / (2)
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું આઠું રે (2)
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખૂણામાં પેઠું રે
કાનજી તારી માં..........
ઝૂલણ પહેરતા નહોતું આવડતું અમે તે'દી પહેરાવતા રે
ભરવાડો ની ગાળ્યું ખાતા એમ તે દી છોડાવતાં રે
કાનજી તારી માં............
કાલા ધેલા તારા માતા - પિતા નો અમને શેના કોડ રે
કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડાજોડ રે
કાનજી તારી માં..............
ઘુંટણિયાં ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ધેલું રે
ભલે મલ્યા મહેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિ માં રેલું રે
કાનજી તારી માં..............
No comments:
Post a Comment