Thursday, 14 December 2017

હારે રથ ફેરો ગોકુલ રથ વાળા રે


હારે રથ ફેરો ગોકુલ રથ વાળા રે  (2) 
હારે તમે નંદ જશોદા ના લાલા રે 
રથ ફેરો ગોકુળ...... 

ગંગાજી છલકે ને યમુનાજી છલકે  (2) 
છલકે - છલકે નદી એને નાળાં રે 
રથ ફેરો ગોકુળ....... 

ગાયો રે તલપે ને વાછરડા રે તલપે  (2) 
તલપે - તલપે ગોપી ને ગોવાળા રે 
રથ ફેરો ગોકુળ........ 

ચાંદો રે ચમકે ને સુરજ ચમકે  (2) 
ચમકે - ચમકે નવલખ તારા રે 
રથ ફેરો ગોકુળ.........


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics



No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...