Saturday, 16 December 2017

આ શેરી વળાવી સજ્જ કરું, ઘેર આવો ને


આ શેરી વળાવી સજ્જ કરું, ઘેર આવો ને  (2) 
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘેર આવો ને 

આ ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને  (2) 
દેશું - દેશું મેડીના મોલ, મારે ઘેર આવો ને....... આ શેરી વળાવી... 

આ દાતણીયા દેશું દાડમી ઘેર આવો ને  (2) 
દેશું કણેરી કાંબ, મારે ઘેર આવો ને....... આ શેરી વળાવી... 

આ નાવણ દેશું કુંડીયા ઘેર આવો ને  (2) 
દેશું - દેશું જમુનાજી ના નીર, મારે ઘેર આવો ને....... આ શેરી વળાવી... 

આ ભોજનિયાં દેશું લાપસી ઘેર આવો ને  (2) 
દેશું - દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને....... આ શેરી વળાવી... 

આ રમત દેશું સોગઠી ઘેર આવો ને  (2) 
દેશું - દેશું પાસા ની જોડ, મારે ઘેર આવો ને....... આ શેરી વળાવી... 

આ પોઢણ દેશું ઢોલિયા, ઘેર આવો ને  (2) 
દેશું - દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને........ આ શેરી વળાવી... 

આ મહેતા નરસેયા ના સ્વામી શામળિયા  (2) 
હા રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને..... આ શેરી વળાવી... 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...