Saturday, 16 December 2017

હો... મારે આજ ની ઘડી રે રળિયામણી


હો... મારે આજ ની ઘડી રે રળિયામણી 
હારે... મારો વાલો આવ્યા ની વધામણી હો જી રે... 

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા  (2) 
મારા વાલાજી નો મોતીડે વધાવિયાં રે 
હો... મારે આજ ની......... 

હા જી રે લીલા, પીળા તે વાસ વઢાવિયા  (2) 
મારા વાલાજી નો મંડપ રચાવિયો રે 
હો... મારે આજ ની............ 

હો જી રે ગંગા - જમના ના નીર મંગાવિએ  (2) 
મારા વાલાજી ના ચરણ પખાળિયે રે 
હો... મારે આજ ની............. 

હા જી રે સોના રૂપા ની થાળી મંગાવીએ (2) 
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે 
હો... મારે આજ ની............. 

હા જી રે તન, મન, ધન ઓવારીયા  (2) 
મારા વાલાજી ની આરતી ઉતારીએ રે 
હો... મારે આજ ની............... 

હા જી રે રસ વધ્યો છે અતિ મીઠડો  (2) 
મેં તો નરસિંહ નો સ્વામી દીઠડો રે 
હો... મારે આજ ની............ 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...