તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર
નેણું નો શણગાર, મારા હૈયા કેરો હાર
મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તનભાન
નીરખતા નજરો માં થઈ છું ગજરા માં ગુલતાન
માથે શોભે વાંક મનોહર, સુંદર શ્યામ શરીર
નજરે થી તારું રૂપ નિહાળી પ્રેમ જનો રે લીન
બાય ચડાવું બાંધેલ બાજુ કાજુ ધર્મ કિશોર
બ્રહ્માનંદ થઇ મોહી છું એને નેણ જાદુ જોર
No comments:
Post a Comment