ભીતર નો ભેરુ મારો આતમો ખોવાયો રે
મારગ નો ચીંધ નારો ભોમિયો ખોવાયો ને
હે.. વાતે વિસામો લેતા જોયો હોય તો કે'જો /(2)
એના રે વિના મારી કાયા છે પાંગળી
અને આખ્યું છતાંયે મારી, આખ્યું છે આંઘળી
મારા રે સરવરિયાનો હંસલો રિસાયો રે
હે.. સરવર માં તરતા કોઈ એ જોયો હોય તો કે'જો
તનડું રુંધાયું મારુ મનડું રૂંધાયું
અને કર્મ સંજોગે અધવચ ભજન નંદવાયું
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો
હે.. આખો સળગતો કોઈ એ જોયો હોય તો કે'જો
હે અલખ - અલખ રટતા, અલખ માં રે ભળવું
અલખ ના નામે જીવવું, અલખ ના નામે મળવું
રાજા રામ -રામ -રામ , સીતા રામ -રામ-રામ
રાધેશ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ
સીતા -રામ -રામ -રામ, રાધેશ્યામ શ્યામ - શ્યામ
No comments:
Post a Comment