Wednesday, 13 December 2017

એકલાજ આવ્યા મનવા એકલાજ જવાના


એકલાજ આવ્યા મનવા, એકલાજ જવાના 
સાથી વિના, સંગી વિના એકલા જવાના 

કાળજા ની કેડીએ કાયા ના સાથ દે 
કાળી - કાળી રાતડીએ છાયા ના સાથ દે 
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે 
પોતાના જ પંથે પોતાના વિનાના 
સાથી વિના, સંગી વિના, એકલા જવાના 
સાથી વિના સંગી.......... 

આપણે અહીં એકલા ને કિરતાર એકલો 
એકલો જીવો ને એનો આધાર એકલો 
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે 
એકલા રહીને બેલી થવું રે બધાના 
સાથી વિના સંગી...........



gujrati bhajan, gujrati bhajan lyrics, bhajan






No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...