જીવન મારું એક સાગર, એમાં તરતી હોડી
નેયા મારી મેં તો ઈશ્વર, તારે ભરોસે છોડી
નીરવ શાંતિ કદીક ભાસે, કદીક હો તોફાની
જીવન સાગર ની સ્થિતિ નહિ, એક ધારી હોવાની
શાંત પડી જાશે તોફાને, ધીરજ ધારીયે થોડી
જીવન મારુ એક..........
અંધારી રાતો માં જયારે દિશાએ ખોવાતી
હોડી ની પતવારો તારા હાથોમાં સોંપાતી
સુકાની તું એવો જેની ક્યાંય ન મળતી જોડી
જીવન મારુ એક............
હાલક ડોલક થાય હવે તે, આવે આ મઝધારે
પાર ઉતરશે જાણું છું હું, એ તારા આધારે
ઉછળતા મોજા ને ભીંતો ઉંચકાશે તોડી
જીવન મારુ એક.............
No comments:
Post a Comment