દર્શન ધો માં શ્રીયમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી (2)
પાન કરાવો અમૃત જળના, જળ હટાવો માયાબળ ના (2)
રટણ કરાવો શ્રીરાધા વરના,......... દર્શન ધો માં................
ચરણ પડ્યો છું દુખડા કાપો, વાંક નિવારી સુખડાં આપો (2)
યુગલ સ્વરૂપ મારા હૃદયે સ્થાપો,........ દર્શન ધો માં............
અહર્નિશ સેવા માં દિન ગાળું, કૃષ્ણ કૃપાળુ વિનતા પામું (2)
અવિચલ પદ માં હું પાયે લાગુ,......... દર્શન ધો માં................
માયાજાળ કાઢો શ્રીમહારાણી, માજી લીલામાં લ્યો તાણી (2)
દેવી જીવો પર કરુણા જાણી,......... દર્શન ધો માં...................
છોડાવી ધો વિષયા સંકિત, માનસી સેવા માં અભિવ્યક્તિ (2)
શ્યામચરણ માં લ્યો મયુર ભક્તિ......... દર્શન ધો માં................
દુર્ગુણ મારા કાઢી નાખો, વાંક અમારો હોય તો સાખો (2)
વ્રજ વાંસ કરું વેકુંઠ આપો............. દર્શન ધો માં.................
No comments:
Post a Comment