દાન દે વરદાન દે, પ્રભુ દાન દે, નરસિંહ અને મીરા સમા કંઠમાં કઈ ગાન દે
વૈભવ તારા રુપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મારુ, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપા ની, એવા ઊરે વેરાન રે
દાન દે વરદાન દે............
કંપી ઉઠે તારો વીણા ના તારા જ કેવળ રાગમાં
મધ - મધે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળી શકું સર્વત્ર તુજને, એવું આતમ જગાન દે
દાન દે વરદાન દે..............
Very very soothing spiritual bhajan🙏
ReplyDelete