Tuesday, 12 December 2017

નહિ રે વિસારું હરિ અંતર માંથી નહિ રે વિસારું હરિ


નહિ રે વિસારું હરિ અંતર માંથી નહિ રે વિસારું હરિ   (2) 

જલ જમુના ના પાણી રે જાતા શિર પર મટકી ભારી 
આવતા ને જાતા મારગ વચ્ચે અમુલખ વસ્તુ જડી 
અંતર માંથી નહિ............... 

આવતા ને જાતા વૃન્દા રે વનમાં, ચરણ તમારે પડી 
પીળા પીતાંબર જરકશી જામા, કેસર આડ કરી 
અંતર માંથી નહિ............. 

મોર મુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ભારી 
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ વિઠ્ઠલ વરને વરી 
અંતર માંથી નહિ............. 


gujrati bhajan, gujrati bhajan garba





No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...