હે જી વ્હલા સગપણ કીધું મેં શ્યામશું, મન માં સમજી વિચારી
આશ તજી સંસારની, ધાર્યા ઉર માં મોરારી / (2)
હે જી વ્હાલા નિમષ ન મેલું નાથને, નેણું થકી ન્યારા
પરમ સનેહી મારા શામળા રે, મને પ્રાણ થી પ્યારા
હે જી વ્હલા સગપણ............
હે જી વ્હલા ભવ ભ્રહ્માદિક મહામુનિ, તેને દુર્લભ વા'લો
તે રસિયો મુજને મળ્યો, નટવર નંદ લાલો
હે જી વ્હલા સગપણ............
હે જી વ્હલા થઈ છું અધિક અલબેલડી, લજ્જા લોક ની મેલી
મુક્તાનંદ ના શું, બાંધી ધરાત દ્રઢ કરી બેલી
હે જી વ્હલા સગપણ................
No comments:
Post a Comment