ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે (2)
સગાં ન દીઠા સોહાયે, મંદિરીયુ ખાવાને ભાયે
ભોજનિયું તે નવ ભાવે રે...... ઓધાજી અમને
રજનીમાં નીંદ ત્યાગી, લગની એ સાથ લાગી
કા'ન ન સંદેશો કા'વે રે........ ઓધાજી અમને
દીવાની થઈ ને ડોલું, બપેયા ની પેરે બોલું
મોહ ની લગાડી માવે રે....... ઓધાજી અમને
મુકતાનંદ માવ પાસે, અમને કોઈ રાખે પાસે
કા'ન ને કોઈ તેડી લાવે રે...... ઓધાજી અમને
No comments:
Post a Comment