હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે'જો જી, હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે'જો જી, માને તો મનાવી લેજો જી
મથુરા ના રાજા થ્યા છો, ગોવાળો ને ભૂલી ગ્યા છો (2)
માનીતી ના મ્હોંલે રહ્યા છો, હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે'જો જી
માને તો મનાવી લે'જો જી, મારા વ્હાલા ને વઢી ને કે'જો જી
એકવાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાએ (2)
ગાયો ને હમ્ભારી જાએ રે, હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢી ને કે'જો જી
માને તો મનાવી લે'જો જી, મારા વ્હાલા ને વઢી ને કે'જો જી
કુબ્જા રંગે કાળી, કાળા તમે વનમાળી (2)
આવી જોડી ક્યાંક ના ભાળી રે, હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે'જો જી
માને તો મનાવી લે'જો જી, મારા વ્હાલા ને વઢી ને કે'જો જી
વ્હાલા ની મરજી માં રહેશું, જે કહેશે તે લાવી દેશું (2)
કુબજા ને પટરાણી કેશુ રે, હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે'જો જી
માને તો મનાવી લે'જો જી, મારા વ્હાલા ને વઢી ને કે'જો જી
તમે છો ભક્તો ના તારણ, એવી અમને હૈયા ધારણ (2)
હે ગુણ ગાય ભગો ચારણ, હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે'જો જી
માને તો મનાવી લે'જો જી, મારા વ્હાલા ને વઢીને કે'જો જી
No comments:
Post a Comment