જુનું તો થયું ને દેવળ, જુનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
આરે કાયા રે હંસા, ડોલવા ને લાગી રે
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું
મારો હંસલો નાનો.........
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે (2)
ઉડી ગયા હંસ પીંજર પડી તો રહ્યું
મારો હંસલો નાનો.........
બાઈ મીરા કહે પ્રભુ ગિરઘર ના ગુણ (2)
પ્રેમ નો પ્યાલો તમને પાઉં ને પીઉં
મારો હંસલો નાનો..........
No comments:
Post a Comment