Tuesday, 12 December 2017

બે મત નથી એક જ મત છે


બે મત નથી એક જ મત છે, આ સંસાર રમત છે 
જૂઠો જીતે ને સાચો હારે, એવી બાજી જેનું નામ જગત છે 
આ સંસાર રમત છે.......... 

ગોઠવાઈ ગઈ બાજી માંથી વિધ - વિધ રંગ ની ગોટી  (2) 
કોઈ જીતે ને થાય તવંગર, કોઈ પહેરે લંગોટી 
હો.. હારે તોય બમણું રમતા, કેવો બૂરો મમત છે 
આ સંસાર રમત છે.............. 

કાળ વીંઝણે ઊડી જશે, આ ગંજીફા નું ઘર  (2) 
ચાર દિવસ ના ચાંદરણાં ની કેવી અવર - જવર
હો.. એ જ જીતે સંસાર નો ગઢ ને જેણે જીત્યો વખત છે 
આ સંસાર રમત છે................ 



gujrati bhajan, gujrati bhajan lyrics



  

No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...