જમો સીતારામ તમે જમો સીતારામ તમને જમાડે સંત જલારામ (2)
ભોજન જમાડે ભક્ત ભાવે ભગવાન ને (2)
અમૃત ગણે છે રામ તેના પકવાન ને
આનંદે આરોગે સીતા ને રામ, તમને જમાડે સંત જલારામ
શબરી ના બોર અને વિદુર ની ભાજી (2)
સુદામા ના તાંદુલ જમી થયા રાજી
પુરણ કરો હરિ હૈયા ની હામ, તમને જમાડે સંત જલારામ
કરમાં નો ખીચડો ખાધો છે ખંત થી (2)
ભક્તોને વ્હાલું નથી કોઈ ભગવંત થી
રાજી થઇ રામ કરો ભક્તોના કામ, તમને જમાડે સંત જલારામ
જલની ભરી ઝારી ધાર્યો પાન ને સોપારી (2)
દીવડા પ્રગટાવીને આરતી ઉતારી
હૈયે હરખાતા સંત અને રામ, તમને જમાડે સંત જલારામ
પુરષોતમ પ્રેમ થી જાઉં બલિહારી (2)
ભક્તો ના ભાવ જોઈ જમે ઘનુષધારી
સાચા સંતોના રહ્યા જગતમાં અમર નામ, તમને જમાડે સંત જલારામ
No comments:
Post a Comment