અઢારસો છપન સાલ, વાલા અઢારસો છપન સાલ
અવનિમાં અવતરિયા, ભજતાં રામ કી પાલ
જય જલિયાણ, જય જલિયાણ (2)
રાજ બાઈ ધન્ય માત, વાલા રાજબાઈ ધન્ય માત
અભિજીત નક્ષત્રે અવતરિયા, પાવન પ્રધાન તાત
જય જલિયાણ, જય જલિયાણ (2)
રઘુવંશમાં અવતાર વાલા, રઘુવંશ માં અવતાર
ભોજલ ગુરુ ને ધાર્યા, ધન્ય ધન્ય ભોજલ રામ
જય જલિયાણ, જય જલિયાણ (2)
વિરપુર માં વાસ વાલા, વિરપુર માં વાસ
રામ હૃદય માં ધાર્યા, સમર્યા શ્વાસો શ્વાસ
જય જલિયાણ, જય જલિયાણ (2)
અન્નદાન આપી વાલા, અન્નદાન આપી (2)
સેવક સંકટ કાપ્યા, અટલ ધર્મ સ્થાપ્યો
જય જલિયાણ, જય જલિયાણ (2)
અદભુત રુપ ધારી વાલા, અદભુત રુપ ધારી (2)
ઈશ્વર દ્વારે આવ્યા, આપ્યા નિજ નારી
જય જલિયાણ, જય જલિયાણ (2)
રવિ દિન દિવાળી વાલા, રવિ દિન દિવાળી (2)
ઓગણીસ સીતેરે, સ્તુતિ કરુ તારી
જય જલિયાણ, જય જલિયાણ
જલિયાણ અવતારી વાલા, જલિયાણ અવતારી (2)
મોહન અષ્ટક ગાયે, સુખ આપે ભારી
જય જલિયાણ, જય જલિયાણ
No comments:
Post a Comment