જમવા આવો ને જલારામ ભોજન ભાવતાં બનાવ્યા
પ્રેમ તણી પુરી સ્નેહ તણો શીરો
ભાવતણાં ભજીયા મહારાજ ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને..........
સુરતાની દાળ બાપા, સમતાનાં શોક છે
ભાવ ભરી પીરસ્યા છે ભાત ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને.............
ઝરણાનું જળ બાપા, પ્રિતીના પાન છે
આચમન કરો તો ધોઉં હાથ ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને.............
લવીંગ સોપારી ને પાનનાં બીડલાં
મુખવાસ કરોને જલારામ ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને.............
હૃદય ના રુમ માં બાપા પલંગ બિછાવું
પોઢો મારા હૃદયની મ્હાય ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને.............
ગરીબ સુરદાસ કહે વહેલા પધારજો
અરજ સુણી ગરીબોની આશ ભોજન ભાવતા બનાવ્યા
જમવા આવો ને.............
No comments:
Post a Comment