રમતા જોગી ચલો, સમય હો જૂનો સથવારો ભલો
રમતા જોગી ચલો, ચલોજી ચલો ગેબને ગામ
સમય છે પોતે પ્રશ્ન વિરામ
સમય નું ક્યાં છે પૂર્ણવિરામ
સુખ ને દુઃખ નું સંગમ તિરથ, જીવન એનું નામ
આવન જાવન ગહન અનાદિ, કરવું પડે શું કામ
તું પોતે છે પરમ પ્રવાસી, તું જ પરમનું ધામ
તપને લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ
કસોટી યો ને પાર કરે તે સુખીયો આપો આપ
પોતાનું સુખ શોધી ને કર પોતાને જ પ્રણામ
No comments:
Post a Comment