ઝૂલણ મોરલી વાગી રે રાજા ના કુંવર (2)
હાલો ને જોવા જઇયે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજા ના કુંવર (2)
પીતળિયા પલાણ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
બાયે બાજુબંધ બેરખા રે, રાજા ના કુંવર (2)
દસેય આગળીયે વેઢ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
માથે મેવાડી પાઘડી રે, રાજા ના કુંવર (2)
કિનખાબી સુરવાળ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
પગે રાઠોડી મોજડી રે, રાજા ના કુંવર (2)
ચાલે ચટકંતી ચાલ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
No comments:
Post a Comment