Thursday, 14 December 2017

રાખ ના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે


રાખ ના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે  
મૃત્યુલોક ની માટી માંથી માનવ કહી ને ભાખ્યા રે  /(2) 

બોલે ડોલે રોજ રમકડાં, નિત - નિત રમત્યું માંડે 
આ મારુ આ તારું કહીને, એકબીજા ને ભાંડે રે 
મૃત્યુલોક ની માટી........... 

એ કાચી માટી ને કાયા માથે માયા કેરા રંગ લગાયા 
ઢીંગલા - ઢીંગલી એ ઘર માંડ્યા ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે 
મૃત્યુલોક ની માટી..........

તંત અનંત નો તંત તૂટ્યો ને રમત અધૂરી રહી 
તનડા ને મનડાં ની વાતો આવી એવી ગઈ 
મૃત્યુલોક ની માટી...........


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...