જય આદ્યશક્તિ માં જય આદ્યશક્તિ
અખંડ બ્રમાંડ દિપાવ્યા (2) પડવે પંડિત માં
ૐ જયો જયો માં જગદંબે
દ્રિતીય બેવ સ્વરૂપ, શિવ શક્તિ જાણું (2)
બ્રહમાં ગણપતિ ગાયે, હરગાયે હર માં
ૐ જયો જયો માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઢા (2)
દયા થકી તરવેણી (2) તું તરવેણી માં
ૐ જયો જયો માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી માં, સચરા ચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચોવદિશા (2) પ્રગટ્યા દક્ષિણ માં
ૐ જયો જયો માં જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદમાં (2)
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો માં
ૐ જયો જયો માં જગદંબે
ષષ્ટિ તું નારાયણી, મહિષા સુર માર્યો (2)
નર નારી ના રુપે (2) વ્યાપ્યા સર્વે માં
ૐ જયો જયો માં જગદંબે
સપ્તમે સપ્ત પાતળ, સંધ્યા સાવિત્રી (2)
ગો - ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા માં
ૐ જયો જયો માં જગદંબે
અષ્ટમે અષ્ટ ભુજા, આઈ આનંદા (2)
સુરનર મુનિવર જન્મયા (2) દેવ દહીત્યો માં (2)
ૐ જયો જયો માં જગદંબે
નવમે નવ કુંડ નાર, સેવે નવ દુર્ગા (2)
નવરાત્રી ના પુંજન (2) શિવરાત્રી ના આર્ચન
કીધા હર બ્રહ્મા, ૐ જયો જયો માં જગદંબે
દશમે દશ અવતાર, જય વિજ્યા દશમી (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો માં
ૐ જયો જયો માં જગદંબે
એકાદશી આગિયારશ, કાંત્યા અંધિકા માં (2)
કામદુર્ગ કાલિકા (2) શ્યામા ને રામા
ૐ જયો જયો માં જગદંબે
બારસે બાળા રૂપ, બહુચર અંબા માં (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે
તારા છે તુજ માં, જયો જયો માં જગદંબા
તે-રસે તુળજા રુપ, તામ્તા ઋણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો જગદંબા
ચોવ દશે ચોવદા રુપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કઈ આપો, ચતુરારી કઈ આપો
સિંહવા હીની માતા, ૐ જયો જયો જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ટ દેવે વખાણ્યાં, માર્કંડ મુનિ યે વખાણ્યાં,
ગાયે શુભ કવિતા, ૐ જયો જયો માં જગદંબે
સવંત સોળ સતાવન, સોડશે બાવીશ માં (2)
સવંત સોળે પ્રગટાવ્યા (2) રેવા ને તીરે, હર ગંગા ને તીરે,
ૐ જયો જયો માં જગદંબે
ત્રંબાવટી નગરી આઈ રૂપા વટી નગરી માં મછા વટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે ક્ષમા કરો ગૌરી માં દયા કરો ગૌરી
ૐ જયો જયો માં જગદંબે
ભાવ ન જાણું ભક્તિ ના જાણું નવ જાણું સેવા (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યા (2) ચરણે સુખ દેવા
ૐ જયો જયો માં જગદંબે
શિવ શક્તિ ની આરતી, જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે
હર કૈલાશે જાશે, માં અંબા દુઃખ હરશે
ૐ જયો જયો માં જગદંબે
એકમે - એક સ્વરુપ, અંતર નવ ધરશે (2)
ભોળા અંબે માને ભજતાં, ભોળા ભવાની માને ભજતાં,
ભવ - સાગર તરશે
ૐ જયો જયો માં જગદંબે
માના મંદિર માં, શોભા બહુ સારી (2)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે
જય બહુચર બારી, ૐ જયો જયો માં જગદંબે
શ્લોક
કપુર ગોવરમ કરુણાવ તારમ, સંસાર શારમ ભુજગેન્દ્ર હારમ, સદાવ સંતમ રૂંધાયર વીંદે, ભવમ ભવામી સહિતં નમામિ... મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ દતવજ મંગલમ કુંડળી કાકશે મંગલાય તનોહરી... સર્વ મંગલ મંગલિયેં શિવે સર્વાર્થ સાધીકે શારણ્યે ત્રમ્બકે ગૌરી નારાયણી નમો સ્તુતે।।
No comments:
Post a Comment