બેસૂર સાંજ સંસાર રે, મારો મળ્યો મળે નહિ તાર
ગાયા કંઈયે વિધ વિધ રાગ, અંતે છેડ્યો મેં વૈરાગ
લઈ જાશે ભવની પાર રે, થઈ ભવભવ નો સથવાર
મારો મળ્યો મળે........
સમતા નો જ્યાં ષડ્જ મળે નહિ, રિષભ મળે નહિ, રહેમભર્યો
મૃદુ વચની જ્યાં મળે નહિ માધ્યમ, જ્યાં ઘમંડ ના ગાંધાર રે
ત્યાં કેમ મળે મ્હારો તાર ?
પર દુઃખી નો પંચમ ના બોલે, ધનિક નો થઈ ભૌવત ડોલે
નહિ નિર્બળ નો નિષાદ રે, ત્યાં કેમ મળે મ્હારો તાર
મારો મળ્યો મળે...........
No comments:
Post a Comment