Wednesday, 13 December 2017

વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે


વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે 
પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે 

સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે 
વાછકાછા મન નિશ્ચલ રાખે, ઘન - ઘન જનની તેની રે 

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે 
જીહવા થકી અસત્ય ના બોલે, પરધન નવ ઝાલે હાથ રે 

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે 
રામ નામ શું તાળી લાગી, સકલ તીરથ તેના તનમાં રે 

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે 
ભણે નરસૅયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે 



gujrati bhajan, gujrati bhajan lyrics









No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...