Wednesday, 13 December 2017

શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ


શ્રી કૃષ્ણ શરણમ મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ  મમઃ 
વ્રજ ચોર્યાશી કોષ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

કુંડ - કુંડ  ની સીડીએ  બોલે, શ્રી  કૃષ્ણ  શરણમ  મમઃ 
કમલ કમલ પરબ્રહ્મ પર બોલે, શ્રી કૃષ્ણ શરણંમ મમઃ  

ડાળ - ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
વૃંદાવન ના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

ગોકુળીયા ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
કુંજ - કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

વ્રજ ભૂમિ ના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
રાસ રમન્તિ ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

વ્રજ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ 
વાજાં ને તબલા માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

શરણાઈ ને તંબુર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

કેસર કેરી પ્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
ચંદ્ર સરોવર ચોકી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

પત્ર - પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
આંબ લીંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
જકી પુરા ના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

મથુરાજી ના ચોવા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
ગોવર્ધન શિખરે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

ગલી ગલી જાહવરવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
પુલિન કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

શ્રી યમુનાજી ની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

તુલસીજી ના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

વિરહ જનના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
કૃષ્ણ વિયોગી રાપુર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

વલ્લ્વી વૈષ્ણવ સર્વે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
મયુર મીના વાજિંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

કુમુદિની સરોવર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

તારોડીયા ના મંડલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 

રોમ - રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
મહા મંત્ર મન માંહે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ 
જુગલ ચરણ મત્રાદિ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમઃ  

જય શ્રી કૃષ્ણ 
bhajan, shree krishna bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics



  
  





No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...