Tuesday, 12 December 2017

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું


સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું, ને આણવું નહીં અંતર માં અભિમાન રે  (2) 
પ્રાણી માત્ર માં સમદ્રષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે 
સરળ ચિત્ત રાખી........... 

રજ કર્મથી સદા દૂર રહેવું, ને કાયમ કરવો અભ્યાસ રે    
પાંચેય પ્રાણને એક ઘરે લાવવા, ને શીખવો વચન નો વિશ્વાશ રે 
સરળ ચિત્ત રાખી............. 

ડાબી ઈંગલા ને જમણી પિંગલા, ને રાખવું સ્વરભેદ માં દયાન રે 
સૂર્યમાં ખાવું ને ચંદ્રમા જળ પીવું, ને કાયમ રહેવું વ્રતમાન રે  
સરળ ચિત્ત રાખી............. 

નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, એમ નક્કી જાણવું નિરધાર રે 
ગંગાસતી એમ રે બોલિયાં રે, ખેલ છે અગમ અપાર રે 
સરળ ચિત્ત રાખી............


gujrati bhajan, gujrati bhajan lyrics





No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...