Sunday, 26 November 2017

ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી...


ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીયે તો વૈકુંઠ પામીયે  (2)

મારે  એકાદશી  નું  વ્રત  કરવું છે,  મારે  ધ્યાન  હરિ નું ધરવું છે 
મારે વ્રજ ભૂમિ માં જય વસવું છે...............ધન્ય એકાદશી.........

મારે એકાદશી નું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવન ને પ્યારું છે
એ તો પ્રભુ પદ માં લઈ જનારું છે.......... ધન્ય એકાદશી...........

મારે  ગંગા   ઘાટે   જાવું   છે,  મારે   જમુનાજી   માં   નાહવું  છે 
મારે ભવસાગર તરી જવું છે.................... ધન્ય એકાદશી..........

જેણે  એકાદશી ના  વ્રત  કીધા છે, તેના  પાંચ  પદાર્થ  સીધા છે 
તેને પ્રભુ એ પોતાના કરી લીધા છે............ ધન્ય એકાદશી.........

મારે  દ્વારિકા  પુરી  માં  જવું  છે,  મારે  ગોમતીજી  માં  નાહવું છે 
મારે રણછોડ રાય ને નીરખવા છે............ ધન્ય એકાદશી............



gujrati bhajan, gujrati bhajan lyrics, shree krishna bhana, shreenathji bhajan






4 comments:

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...