તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું
એને દીધેલા કોલ તમે ભુલી ગયા
જુઠી માયા ના મોહ માં ઘેલા થયા
ચેતો - ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું થયું
બાળપણ ને યુવાની માં અડધું થયું
નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું
હવે જે બાકી છે એમાં દયો ધ્યાન, જીવન થોડું રહ્યું
પછી ઘડપણ માં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈભવ ને ધન તો તરશે નહિ
બનો આજથી પ્રભુ માં મસ્તાન, જીવન થોડું રહ્યું
જરા ચેતી ને ભક્તિ નું ભાતું ભરો
કંઈક ડર તો પ્રભુજી નો દિલ માં ધરો
છીએ થોડા દિવસ ના મહેમાન, જીવન થોડું રહ્યું
બધા આડશ માં દિવસો વીતી જાશે
પછી ઓચિંતું યમ નું તેડું થશે
નહિ ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું

No comments:
Post a Comment