તાલ = દફલી વાલે દફલી બજા ફિલ્મ = સરગમ
મોરલી વાળા રાય રણછોડ ચિત્ત ચોર માખણ -
ચોર છે. તમે મારા હું તારારો (2)
ડાકોર ની વાટે, ગોમતી ના ઘાટે, ઉભો તું છેલ છોગાળા
રાજા નો રાજા, મોટો મહારાજા, કેવો તું લાગે રુપાળો
તું રંગે છે કાળો, તોય કામણ ગારો, તું મીઠ્ઠી નજર થી જોનારો
મોરલી વાળા રાય રણછોડ................
બોડાણા ની સાથે, અજવાળી રાતે, વહાલો તું આયો તો નાશી
ડકો દીધો તે સારા મલક માં, ડાકોર ને કીધું તે કાશી
તું દિલ નો દયાળો, છે સહુનો સહારો, તું મન નું માગેલું દેનારો
મોરલી વાળા રાય રણછોડ..................
જે 'દી તને જોયો, મારુ મન મોહયુ, પૂરવ ની પ્રીતલડી જાગી
આખોમાં તારી, આખો પુરાવી, મનડા માં મોરલીયો વાગે
ઓ કુંવર કનૈયા, જશોદા ના છ્યાં, તું ભક્તો ના રુદિયે રહેનારો
મોરલી વાળા રાય રણછોડ..................
No comments:
Post a Comment