ઓ ડાકોર ના ઢાકોર તારા બંધ દરવાજા ખોલ (2)
ઓ રંગીલા રણછોડ તારા બંધ દરવાજા ખોલ
એની શોભાનું નહીં પાર, એનું મુખડું લાલ ગુલાલ
તું તો ભક્તો નો તારણ હાર, તારી મહિમા નો નહિ પાર
હે... તારી કરુણા અપરંપાર, તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઢાકોર..............
તારા દર્શન કરવા ભક્તો, પૂનમે ભાવ થી આવે
તારો મહિમા ગાતા - ગાતા, તારા દર્શને ભક્તો આવે
ઓ મીઠ્ઠી મોરલી વાળા, તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઢાકોર................
બોડાણા નો ભાવ જોઈને, તમે દ્વારિકા થી ડાકોર આવ્યા
રાખી ગંગા તે બાઈ ની લાજ, તમે પરચો પૂર્યા અપાર
તમે દર્શન દેજો આજ, તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઢાકોર..................
તારું દેરું ગગન માં ગાજે, તારા દરવાજે નોબત વાગે
તારી મુર્તિ મનોહર લાગે, દુઃખ જન્મો - જન્મ ના ભાગે
તારા ભક્તો ની સુણજે પુકાર, તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઢાકોર................
No comments:
Post a Comment