નંદબાવા ને માતા યશોદાજી સાંભળે (2)
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં / (2)
સોના રૂપા ના અહીં વાસણ મજાનાં (2)
કાંસા ની થાળી મારી રહી ગઈ ગોકુળ માં
છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા (2)
માખણ ની રોટી મારી રહી ગઈ ગોકુળ માં
હીરા - મોતી ના હાર મજા ના (2)
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળ માં
હાથી ને ઘોડા અહીં ઝૂલે મજા ના (2)
ગોરી - ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળ માં
સારંગી ના સુર ગુંજે મજા ના (2)
વાહલી મારી વાંસળી રહી ગઈ ગોકુળ માં
રાઘાજી ને એટલું કહજો ઓધવજી (2)
અમી ભરી આખડી રહી ગઈ ગોકુળ માં
No comments:
Post a Comment