Sunday, 26 November 2017

હેજી તારા આંગણિયા પુછીને કોઈ આવે રે આવકારો


હેજી તારા આંગણિયા પુછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી 
હેજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી  / (2)

માનવીની પાસે કોઈ હે માનવી ના આવે રે  (2)
હેજી તારા દિવસો ની પાસે, દુખીયા આવરે, આવકારો મીઠો આપજે રે જી 

કેમ તમે આવ્યા છો, એમ નવ કેઃજે રે  (2)
હેજી એને  ધીરે - ધીરે  તું બોલવા  દેજે રે  આવકારો  મીઠો  આપજે રે જી  

વાત એની સાંભળીને હે આડું નવ જોજે રે  (2)
હેજી એને  માથુ રે  હલાવી હોંકારો  દેજે રે, આવકારો  મીઠો  આપજે રે જી 

કાગ એને પાણી પાજે, એ સાથે બેસી ખાજે રે  (2)
હેજી એને ઝાંપા રે સુધી વળાવા ને જાજે રે, આવકારો મીઠો આપજે રે જી 


gujrati garba, gujrati garba lyrics, gujrati look geet, krishna bhajan






No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...