યમુના જળ માં કેશર ઘોળી, સ્નાન કરવું શામળા
હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શ્યામળા
અંગો લૂછી આપું વસ્ત્રો પીળા પીતાંબર પ્યાર માં
તેલ સુગંધી નાખી આપું, વાકોડીયા તુજ વાળ માં
કુમ - કુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલ માં
આલબેલી આંખો માં આજુ, અંજન મારા વાલમા
હસતી જાવું વાટે -ઘાટે, નાચી ઉઠું તાલ માં
નજરના લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં
પગ માં ઝાંઝર રુમઝુમ વાગે, કરમાં કંકણ ગાલ માં
કાંઠે માળા કાને કુંડળ ને, ચાલે ચિતડું ચાલ માં
મોર મુગુટ માથે પહેરાવું મુરલી આપું હાથ માં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા, વારી જાવું તારા વ્હાલમાં
દૂધ કટોરી ભરીને આપું, પિયો ને મારા શ્યામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શ્યામળા
No comments:
Post a Comment