જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
મારા વ્હાલાજી ને વિસરું નહિ એક ઘડી
મારા સંત્સગ ની હારે સાહેલી જડી
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
કાને કુંડળ ને મસ્તકે મુગુટ ધર્યો
વ્હાલે મુખ પર મોરલી અધર ધરી
શંખ ચક્ર ગદા ને વળી પદમ ધર્યો
વ્હાલે ચાલે છે ચટકતી ચાલ રુડી
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
ચાર ચોક વાંચ્યે હરિના મંદિર બાંધ્યા
વ્હાલે આપ બિરાજે છત્તર ધરી
હૂતો દર્શન કરી ને પાવન થઇ
તમે બે ઘડી સત્સંગ માં આવજો હરિ
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
No comments:
Post a Comment