ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો
વ્રજ ની રાજમાં, અહનીશ અમને સ્થિર કરીને રાખજો
તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી
શરણે અમને લીધા તાણી..............ધન્ય શ્રી યમુના.............
શ્રી વૃંદા - વન ની વાટ માં, નહાવું શ્રી યમુના ઘાટ માં
વ્હાલે રમાડ્યો એક રાત માં.......... ધન્ય શ્રી યમુના.............
ચાલો તો થઈયે વ્રજવાસી, પરિક્રમા કરીયે ચોરાસી
વ્હાલે જન્મ મરણ ની ટાળી ફાંસી...... ધન્ય શ્રી યમુના.......
પધરાવો સાત સ્વરુપ સેવા, આરોગવા મીઠા મેવા,
વષ્ણવો ને લાભ ઘણો લેવા.......... ધન્ય શ્રી યમુના..............
શ્રી ગોકુલની મથુરાની ગલિયોમાં, મહારાજ તો મુજને માળિયા
મારા સફળ મનોરથ સફળ થયા............. ધન્ય શ્રી યમુના..........
નંદજી નો લાલો વનમાળી, કાલિન્દી કાંઠે ધેનુ ચારી
વ્હાલે હસી - હસી રમશું લે તાળી.......... ધન્ય શ્રી યમુના...........
ચાલો તો યમુના નહાયે, એવા અખંડ વ્રજવાસી થઈએ
એવી ગૌતમ લીલા નિત્ય ગાઈએ,.......... ધન્ય શ્રી યમુના..........
સખી સમરો ને સારંગી પાણી, વષ્ણવ ને વહાલી એ વાણી
એવી શોભા હરિદાસ જાણી............. ધન્ય શ્રી યમુના...............
No comments:
Post a Comment