Wednesday, 22 November 2017

હે મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી

પીળા પિતાંબર ઓપતા, ઉંચો સોહે હાથ,
 શ્રી વલ્લભ સેવા કરે શોભી રહ્યાં શ્રીનાથ 

હે મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી 
મારુ મનડું છે ગોકુલ વનરાવન  (2).... 
મારા તન ના (2) આંગણિયા માં તુલસીના વન, મારા પ્રાણ જીવન...
મારા ઘાટ માં બિરાજતા............

મારા આતમ ના આંગણે શ્રી મહાપ્રભુજી  (2)
મારી આખો દિશે છે ગિરધારી રે ઘારી
 મારુ તન મન (2)  ગયું છે જેને વારી રે વારી... મારા શ્યામ મોરારી  
મારા ઘટ માં બિરાજતા................

મારા પ્રાણ થકી મને વષ્ણવ વ્હાલા  (2)
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વ્હાલા 
મેં તો વલ્લભ (2) પ્રભુજી ના કીધા રે દર્શન... મારુ મોહી લીધું મન 
મારા ઘટ માં બિરાજતા...................

હૂતો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું  (2)
હૂતો આઠે સમા કેરી ઝાંખી રે કરું 
મેંતો ચિતડું (2) શ્રીનાથજી ના ચરણે ધાર્યું... જીવન સફલ કર્યું 
મારા ઘટ માં બિરાજતા....................

મેંતો ભક્તિ મારગ કેરો સંગ રે સાંધ્યો  (2)
મને ધોળા કીર્તન કેરો રંગ રે લાગ્યો 
મેતો લાલા ની લાલી કેરો રંગ રે લાગ્યો... હિરલે હાથ લાગ્યો રે 
મારા ઘટ માં બિરાજતા...................

આવો લાવો જીવન માં ફરી નહિ મળે  (2)
વારે - વારે માનવ દેહ ફરી નહિ મળે 
ફેરા લખ રે ચોર્યાસી ના મારા રે ફળે... મને મોહન મળે 
મારા ઘટ માં બિરાજતા....................

મારા અંત સમય કેરી સુણો રે અરજી 
લેજો ચરણો માં શ્રીજી બાવા દયા રે કરી 
મને તેડાં  (2)  રે યમ કેરા કદી ના આવે... મારો નાથ તેડાં વે 
મારા ઘટ માં બિરાજતા....................









No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...