Thursday, 23 November 2017

વિરપુર જવું કે સતાધાર જવું હાલ....

વિરપુર જવું કે સતાધાર જાવું , હાલ તને હાલ મારો રામ બતાવું 
હાલ  મનવા હાલ, હાલ મનવા હાલ તને રામ બતાવું  / (2)

જલારામ વસે છે વિરપુર માં, ગંગા જમુના વહે છે ભરપૂર માં (2)
એનો આવે નહિ પાર, એ તો અન્ન નો ભંડાર, ઝોળી - ડંડો બતાવું,
કે આયોધ્યામાં જવું કે રામેશ્વર જાવું , હાલ તને હાલ મારો રામ બતાવું
વિરપુર જાવું  કે સતાધાર જવું.......................

આપો ગીગો વસે છે, સતાધાર માં, કાપે ભક્તો ના દુઃખ પલવાર માં (2)
એના દર્શન કરી, જાયે ભવ - ભવ તરી અખંડ જ્યોત બતાવું 
કે ગોકુલ માં જવું મથુરા માં જાવું , હાલ તને હાલ મારો શ્યામ બતાવું 
વિરપુર જાવું  કે સત્તાધાર જવું.....................

વીરા મણ વસે છે, પળીયાદ માં કામો થાયે છે એક ફરિયાદ માં  (2)
એની સેવા રે કરી માંગો એવું ફળ મળે, સાચો સંત બતાવું 
કે નડિયાદ માં જવું કે કરમસદ જાવું  હાલ તને હાલ સંતરામ બતાવું 
વિરપુર જાવું કે સતાધાર જાવું......................

જૂનાગઢ માં નરસિંહ નો શામળિયો, કુંવર બાઈ ના મોમેરા તે ભરિયા (2)
નાચ્યો ઉભી બજાર, એ તો શામળિયા ને સાથ એવી ધૂન લાગવું 
કે ઘ્વારિકા માં જાવું કે ડાકોર માં જાવું હાલ તને હાલ રણછોડ રાય બતાવું 
વિરપુર માં જાવું કે સતાધાર જવું...........................

દેવી દાસ વસે છે પરબ માં, જોતા ભક્તો ના હૈયા હરખાતા (2)
અમર હૈયા નું હીર, ચરણે સાહેબ પીર, એવી સમાધિ બતાવું 
કે વિરપુર જાવું કે સતાધાર જાવું, હાલ તને હાલ મારો રામ બતાવું 
રે હાલ તને હાલ મારો રામ બતાવું 


jalaram bhajan lyrics



No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...