ગુરુ ગમ વિના વાત કેસી, સંત સાહેબ વિના વાત કેસી
કોઈ મળે સંત ઉપદેશી, કોઈ મળે આપણા દેશી........
હે.... ગણપતિ આયો રિદ્ધિ - સિદ્ધિ લાયો ને
નિર્ભય નામ સુણાયો ગુરુ નિર્ભય નામ સુણાયો (2)
હે.... રતન સાગર માં રતન નીપજે
મહાસાગર માં મોતી ગુરુ મહાસાગર માં મોતી (2)
હે.... કોઈ ઓરે ઓલ્યા તાંબા ને પિત્તળ મારા
સદગુરુ ઓરે સાચા મોતી મારા સદગુરુ ઓરે સાચા મોતી (2)
હે.... જોધા પરતાપે ભણે ભવાની નાથ
નેક ટેક માં રહેજો, નેક ટેક માં રહેજો (2)
No comments:
Post a Comment